News of Saturday, 3rd March 2018
શત્રુઘ્ન સિંહાને લાઈફ ટાઈમ અચિવમેન્ટ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો
મુંબઈ: અભિનેતા અને રાજનેતા શત્રુઘ્ન સિંહાને કલા અને રાજનીતિમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે બ્રિટિશ સંસદ પરિસરમાં આયોજિત એક સમારોહમાં લાઈફ ટાઈમ અચિવમેન્ટ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો બ્રિટેન એશિયન વોયસ વીકલી સમાચારપત્ર દ્વારા સિંહાને પોલિટિકલ એન્ડ પબ્લિક લાઈફ એવોર્ડ આપવામાં આવ્યો છે.હાઉસ ઓફ કોમનના મેમ્બર્સના ડાયનિંગ હોલમાં આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સમારોહમાં સાંસદો,કારોબારી અને સમાજથી જોડાયેલ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
(7:00 pm IST)