ફિલ્મ જગત
News of Saturday, 3rd March 2018

પ્રિયા પ્રકાશની 'હોળી'નો ક્યૂટ વિડીયો વાયરલ

મુંબઈ:થોડાક દિવસ પહેલા પોતાનાએક્સપ્રેશનને કારણે સોશ્યલ મીડિયા પર છવાઇ જનાર અનેનેશનલ ક્રશપ્રિયા પ્રકાશ વેરિયરે હોળીનો તહેવાર કઇ રીતે મનાવ્યો તે જાણવાની ઉત્સુક્તા તેના દરેક પ્રશંસકને હશે. 18 વર્ષની મલયાલમ અભિનેત્રીએ ધૂમધામથી હોળી મનાવી હતી. હોળીનું સેલિબ્રેશન કરતો પ્રિયા પ્રકાશ વેરિયરનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા વિડીયોમાં પ્રિયા પ્રકાશે પોતાના કો-સ્ટાર રોશન અબ્દુલ રહૂફ અને બીજા કેટલાક મિત્રો સાથે હોળીનો તહેવાર ઉજવ્યો હતો. વિડીયોમાં ફિલ્મઉરુ અદાર લવનાં બીજા કલાકારો પણ જોઇ શકાય છે. પ્રિયા પ્રકાશે ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે, ‘આવી હોળી પહેલા ક્યારેય નથી મનાવી.’

(6:57 pm IST)