ફિલ્મ જગત
News of Saturday, 3rd February 2018

સોમવારે રિલીઝ થશે અક્ષયની ફિલ્મ ગોલ્ડનું ટીઝર

મુંબઇ:  અભિનેતા અક્ષય કુમારને હૉકી ટીમના મેનેજરના રોલમાં રજૂ કરતી ફિલ્મ ગોલ્ડનું ટીઝર સોમવારે પાંચમી ફેબુ્રઆરીએ રજૂ થશે એવી માહિતી મિડિયાને આપવામાં આવી હતી. બ્રિટિશ શાસનની વિદાય સાથે દેશ આઝાદ થયા પછીના વરસે ૧૯૪૮માં ઇંગ્લેંડમાં યોજાએલા ઓલિમ્પિક્સમાં ભારતની હૉકી ટીમે મેળવેલા ગોલ્ડ મેડલની કથા આ ફિલ્મમાં વણી લેવામાં આવી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર પહેલીવાર ધોતિયું પહેરેલો દેખાશે. જાણીતી ટીવી સ્ટાર મૌની રોય આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે મહત્ત્વના રોલમાં ચમકી રહી છે. એક્સેલ એન્ટરટેઇનમેન્ટના રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરઆ ફિલ્મ રજૂ કરી રહ્યા છે. અક્ષય કુમાર પહેલીવાર આ બંને સાથે કામ કરી રહ્યો છે. રીમા કાગતી એની ડાયરેક્ટર છે. આ ફિલ્મ ૨૦૧૮ (ચાલુ વર્ષ)ના સ્વાતંત્ર્ય દિવસે એટલે કે ૧૫મી ઑગષ્ટે રજૂ કરવાની ફિલ્મ સર્જકની યોજના છે. અત્યાર અગાઉ યશ રાજ દ્વારા હૉકીના સ્પોર્ટની ફિલ્મ ચક દે ઇન્ડિયા રજૂ થઇ હતી જેમાં શાહરુખ ખાને મહિલા હૉકી ટીમના કોચનો રોલ કર્યો હતો. એ ફિલ્મની કથા પણ સત્યઘટના પર આધારિત હતી અને ગોલ્ડની કથા પણ સત્યઘટના પર આધારિત છે.

(4:52 pm IST)