ફિલ્મ જગત
News of Saturday, 3rd February 2018

સેનિટરી પેડ સાથે ફોટો શેર કરવા બિગ બી, સલમાન અને શાહરૂખને આમિરની ચેલેન્જ

આમિર ખાને ગઇ કાલે સલમાન ખાન, શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચનને સેનિટરી પેડ લઇને ફોટો પડાવવાની ચેલેન્જ કરી હતી. અક્ષયકુમારની 'પેડમેન'ને પ્રમોટ કરતાં આમિરે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો હતો જેમાં તે સેનિટરી પેડ લઇને ઊભો છે. ભારતમાં મેન્સ્ટ્રુ્રુએશન વિશે વાત કરવાનું પણ લોકો ટાળે છે અને એથી જ આમિરે એ વિશે લોકોને જાગ્રત કરવા આ ફોટો શેર કર્યો છે. આ ફ.ોટો શેર કરીને તેણે બિગ બી, શાહરૂખ અને સલમાનને એવો ફોટો શેર કરવાની ચેલેન્જ આપી છે.

(3:43 pm IST)