ફિલ્મ જગત
News of Saturday, 3rd February 2018

સહમતી વગર કાસ્ટિંગ કાઉચ શક્ય જ નથી : સેક્સી મંદિરા

સ્ટાર મંદિરા બેદીએ વિવાદાસ્પદ નિવેદન કર્યુ : કાસ્ટિંગ કાઉચમાં એક પક્ષની ભુલ ન હોઇ શકે : મંદિરા

મુંબઇ,તા. ૩ : બોલિવુડમાં કાસ્ટિંગ કાઉચને લઇને છેડાયેલી ચર્ચા વચ્ચે હવે સેક્સી સ્ટાર અને જાણીતી સેલિબ્રિટી મંદિરા બેદીએ નવો વિવાદ જગાવ્યો છે. મંદિરા બેદીએ નિવેદન કરતા કહ્યુ છે કે કાસ્ટિંગ કાઉચ સહમતિ વગર કોઇ કિંમતે શક્ય નથી. તેમનુ કહેવુ છે કે કાસ્ટિંગ કાઉચમાં કોઇ એક પક્ષની ભુલ હોઇ શકે નહી. તેમાં બન્ને પક્ષોની ભુલ હોય છે. કોઇ એમ કહે કે તે કાસ્ટિંગ કાઉચની શિકાર થઇ છે તો તે બાબત ખોટી છે. કાસ્ટિંગ કાઉચમાં એક જ પક્ષની ભુલ હોય છે જો અમે એમ કહીએ તો તે બાબત શક્ય નથી. તે માને છે કે કાસ્ટિંગ કાઉચમાં બન્ને પાર્ટીની ભુલ હોય છે. અત્રે નોંધનીય છે કે ટીવી શો શાંતિ સાથે પોતાની બોલિવુડ કેરિયર શરૂ કરનાર મંદિરા બેદીએ અભિનેત્રી અને હોસ્ટ તરીકે લોકપ્રિયતા મેળવી છે. તે કેટલાક વર્ષોથી હોસ્ટ તરીકે સક્રિય રહેલી છે. બોલિવુડમાં પણ તે ઘણા સમયથી છે. કેટલીક વખત કહેવામાં આવે છે કે ફિલ્મમાં કામ આપવાના બહાને તેના સેક્યુઅલ શોષણ કરવામાં આવ્યુ છે પરંતુ કોઇ એકના કહેવા પર આ કામ શક્ય નથી. મંદિરા આ ઇન્ડસ્ટ્રીઝમાં લાંબા સમયથી છે. તેનુ કહેવુ છે કે ફિલ્મમાં તેની સાથે કોઇએ હજુ સુધી ફેવરની વાત કરી નથી. તે કહે છે કે તે છેલ્લા ૨૩ વર્ષથી સક્રિય છે. પરંતુ આવી સ્થિતીનો સામનો ક્યારેય કર્યો નથી. તેનુ કહેવુ છે કે કાસ્ટિંગ કાઉચ એ વખતે શક્ય છે જ્યારે બીજી વ્યક્તિ પણ બાંધછોડ કરવા માટે તૈયાર હોય છે. તે હમેંશાથી ટુવે પ્રોસેસ હોય છે.

 હાલના દિવસોમાં મંદિરા બેદી વેબ સીરીઝ વોડકા ડાયરીજમાં કામ કરી રહી છે. મંદિરા પોતાની ફિટનેસને લઇને હમેંશા સાવધાન રહે છે. તે હમેંશા જીમ અને ફિટનેસ કાર્યક્રમમાં નજરે પડે છે.

(12:45 pm IST)