રશ્મિકાની બે ફિલ્મોની રાહ જોઇ રહ્યા છે ચાહકો
અભિનેત્રી રશ્મિકા મંદાનાએ ખુબ ટુંકા ગાળામાં દુનિયાભરમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી લીધી છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ સુંદરીને નેશનલ ક્રશ તરીકે ઓળખવામાં આવે છે. બોલીવૂડમાં પણ તે હવે કામ કરી રહી છે. સોશિયલ મિડીયા પર તે સતત સક્રિય રહે છે અને આ કારણે જ અહિ અસંખ્ય ચાહકો ધરાવે છે. તે રોજબરોજ પોતાની તસ્વીરો અને વિડીયો દ્વારા ઇન્ટરનેટ પર આગ લગાડતી રહે છે. તાજેતરમાં તેણે અમુક તસ્વીરો પોસ્ટ કરી હતી જે જોઇને ચાહકો ઘાયલ થયા હતાં. તેના ફોટાઓ ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થયા હતાં. લાલ રંગના શિમરી લહેંગામાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. પોતાના લૂકને ફાયરી દેખાડવા માટે વાળને ખુલ્લા રાખ્યા હતાં. તેના ચહેરા પર લગાવેલી બિંદી કપાળ પર ચાંદની જેમ ચમકી રહી હતી. બોલીવૂડમાં અમિતાભ બચ્ચનની ફિલ્મ ગૂડબાયથી શરૂઆત કરનાર રશ્મિકાની અન્ય બે ફિલ્મો મિશન મજનૂ અને એનિમલ આવી રહી છે.