ફિલ્મ જગત
News of Wednesday, 2nd December 2020

બિગ બોસઃ અલી બાદ કવિતા અને જેસ્મિન થશે બહારઃ આ છે ૪ ફાઇનલિસ્ટ

મુંબઇ, તા.૨: રિયાલિટી શો બિગ બોસ ૧૪માં આ વખતે જાન્યુઆરીને બદલે ડિસેમ્બરના પહેલાં સપ્તાહે શોનું ફિનાલે યોજાશે. હાલ ઘરમાં આઠ સભ્યો છે, જેમાંથી ચાર સભ્ય ફાઇનલિસ્ટ બનશે.

બિગ બોસે ઘરના સભ્યોને ટાસ્ક આપ્યું હતું. જેમાં ખરાબ પ્રદર્શન કરવાના કારણે અલી ગોની અને જેસ્મિનમાંથી કોઇ એકને બેઘર થવું પડશે. બતાવવામાં આવ્યું છે કે, બન્નેએ પરસ્પર સહમતિ દ્વારા નક્કી કર્યું કે અલી બેઘર થશે. અલી પછી કવિતા કૌશિક પણ ટાસ્ક હારીને બેઘર થવાની છે.

ખબરી પેજના રિપોર્ટ પ્રમાણે, અલી અને કવિતા પછી ત્રીજું એવિકશન જસ્મિન ભસીનનું થશે. ખબરી પેજે સોશિયલ મીડિયામાં લખ્યું, આ કન્ફોર્મ થઇ ચૂકયું છે. જેસ્મિન ભસીન, કવિતા અને અલી બાદ બેઘર થશે.

એજાઝ ખાન ઇન્યુનિટી સ્ટોન જીતીને પહેલો ફાઇનલિસ્ટ બન્યો છે. ઉપરાંત રૂબીના દિલેક, અભિનવ શુકલા અને રાહુલ વૈધ પણ ફાઇનલિસ્ટ બની ચૂકયાં છે. નિક્કી તંબોલી પણ આ રેસમાંથી બહાર નીકળી ગઇ છે.

આગામી સમયમાં શોમાં વિકાસ ગુપ્તા, કશ્મીરા શાહ, રાહુલ મહાજન, રાખી સાવંત અને અર્શી ખાન એન્ટ્રી લેશે. તેઓ આ સિઝનમાં ટ્રોફી અને ઇનામની રકમ જીતવા માટે પણ હકદાર બનશે.

(3:43 pm IST)