ફિલ્મ જગત
News of Wednesday, 2nd December 2020

એકશન ફિલ્મ મળતાં અત્યંત ખુશ છે સંજના

અભિનેત્રી તરીકેની સફર સંજના સાંધીએ સુશાંતસિંહ રાજપૂત સાથેની ફિલ્મથી કરી હતી. દિલ બેચારામાં સુશાંતની સાથોસાથ સંજનાના અભિનયને પણ ખુબ વખાણાયો હતો. સંજના હવે એકશન ફિલ્મમાં કામ કરી રહી છે. તેણે કહ્યું હતું કે ઝડપથી મને આવી ફિલ્મ માટે તક મળી છે. અહમદ ખાન ઝી સ્ટુડિયો સાથે મળી 'ઓમ-ધ બેટલ વિધિન' નામની ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં મુખ્ય રોલ આદિત્ય રોય કપૂરને અપાયો છે. તેની સાથે સંજનાની પણ લિડ એકટ્રેસ તરીકે પસંદગી થઇ છે. તે ફિલ્મમાં કાવ્યા નામની છોકરીનો રોલ નિભાવશે. અહમદે કહ્યું હતું કે સંજનાએ પહેલી ફિલ્મમાં ખુબ શાનદાર કામ કર્યુ હતું. હવે અમારી ફિલ્મમાં જે પાત્ર છે તેમાં તે બરાબર બંધ બેસે છે. સંજનાએ બીજી ફિલ્મ માટે નિર્માતા સહિતનો આભાર માન્યો છે. તેને આશા છે કે તે ખુબ સારુ કામ કરશે.  સંજનાએ દિલ બેચારા પછી અનેક સ્ક્રિપ્ટ વાંચી હતી. જેમાં તેને ઓમ વધુ ગમી હતી. 

 

(9:35 am IST)