ફિલ્મ જગત
News of Wednesday, 2nd December 2020

મોના-શમિતા અને સ્વસ્તિકા એક સાથે

અલગ-અલગ ઓટીટી પ્લેટફોર્મ પર અલગ-અલગ જોનરની ફિલ્મો, સિરીઝોનો ખજાનો દર્શકોને મળી રહ્યો છે. ઝીફાઇવ પર આગામી સમયે વધુ એક થ્રિલર સિરીઝ બ્લેક વિડોઝ આવી રહી છે. જેમાં મોના સિંહ, શમિતા શેટ્ટી અને સ્વતિકા મુખર્જી મુખ્ય રોલમાં છે. આગામી મહિને અઢારમીએ આ સિરીઝ સ્ટ્રીમીંગ થશે. મુળ ફિનલેન્ડની આ નામથી જ સિરીઝ આવી હતી. જેની આંતરરાષ્ટ્રીય કક્ષાએ અલગ-અલગ સાત રિમેક બની ચુકી છે. સિરીઝમાં એવી ત્રણ મહિલાઓની વાત છે જે પોતાના પતિથી કંટાળીને તેની હત્યા કરી નાંખે છે. એ પછી આ ત્રણેયની મોજ મસ્તી શરૂ થાય છે અને એ સાથે જ હત્યાની તપાસનો દોર શરૂ થાય છે. પછી જે થાય છે એ દોર બધાને જકડી રાખશે. મોના, શમિતા, સ્વસ્તિકા સાથે શરદ કેલકર, પરમબ્રતો ચટ્ટોપાધ્યાય, આમિર અલિ, રાઇમા સેન સહિતે અભિનય આપ્યો છે. નિર્દેશન બિરસા દાસગુપ્તાએ કર્યુ છે. સ્વસ્તિકા કહે છે સિરીઝમાં ત્રણ મહિલા પોતાના નિયમોથી પુરૂષપ્રધાન સમાજને પડકારશે.

(9:35 am IST)