ફિલ્મ જગત
News of Saturday, 2nd December 2017

વૉગ ઇન્ડિયા મેગેઝીનના કવર પેજ પર સલમાન-કેટરીના

મુંબઇ:  ટોચના ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની મેગાબજેટ ફિલ્મ પદ્માવતી વિવાદમાં સંડોવાતાં ડિસેંબરમાં રજૂ થનારી એકમાત્ર મોટ્ટી ફિલ્મ છે ટાઇગર જિંદા હૈ. તાજેતરમાં ફિલ્મની હિટ જોડી સલમાન ખાન અને કેટરિના કૈફ એક મેગેઝિનના કવર પર ચમક્યાં હતાં. કવર ફોટોગ્રાફમાં બંને વચ્ચેની કેમિસ્ટ્રી જબરદસ્ત રીતે પ્રગટ થઇ હતી. બંને વચ્ચે ઉંમરનો સારો એવો તફાવત હોવા છતાં જોડી લાખ્ખો સિનેરસિકોના દિલ પર રાજ કરે છે. ૨૦૧૨માં રજૂ થયેલી તેમની એક થા ટાઇગર પણ હિટ નીવડી હતી. એની સિક્વલ ટાઇગર જિંદા હૈના નામે રજૂ થવા જઇ રહી છે. અગાઉ સંજય લીલા ભણસાલીની પદ્માવતી સાથે ટાઇગરની ટક્કર થવાની શક્યતા હતી પરંતુ હવે પદ્માવતી ડિસેંબરમાં રજૂ થવાની શક્યતા પાંખી થઇ જતાં માસમાં એકમાત્ર ટાઇગર રજૂ થશે અને અત્યાર અગાઉ ફિલ્મના રજૂ થયેલા ટ્રેલર તેમજ ગીતોએ ધમાલ મચાવી હતી. જોતાં સલમાનની ફિલ્મ ફરી એકવાર સલમાનને સુપર સ્ટારના સ્થાને સ્ટેડી કરી દે તો નવાઇ નહીં. એની છેલ્લી ફિલ્મ ટયુબલાઇટ ફ્લોપ નીવડી હતી. વૉગ ઇન્ડિયાના ડિસેંબરના અંકના કવર પર હિટ જોડી ચમકી હતી અને વૉગના વાચકો તેમજ ચાહકો કવર ફોટોગ્રાફ જોઇને મુગ્ધ થઇ ગયા હતા એવા રિપોર્ટ વૉગ તરફથી રિલિઝ કરાયા હતા.

(5:46 pm IST)