ફિલ્મ જગત
News of Saturday, 2nd December 2017

રણબીર કપૂરને ચમકાવશે સંજય દત્તની બાયોપિક

મુંબઇ:  સિનિયર અભિનેતા સંજય દત્તની બાયો-ફિલ્મ રણબીર કપૂરના તકદીરને ચમકાવી દેશે એવી માન્યતા ફિલ્મની સર્જનાત્મક ટીમ ધરાવતી હોવાનું જાણવા મળ્યું હતું. ફિલ્મમાં રણબીર કપૂર સંજય દત્તનો રોલ કરી રહ્યો છે. સંજય પૂણેની યરવડા જેલમાં હતો ત્યારથી એના મિત્ર અને ટોચના ફિલ્મ સર્જક મુન્નાભાઇ સિરિઝના રાજકુમાર હીરાણી સંજય દત્તની બાયો-ફિલ્મ માટે તૈયારી કરી રહ્યા હતા. રોલ માટે રણબીર કપૂરને સાઇન કરવામાં આવ્યો હતો અને ફિલ્મનું યુનિટ કહે છે કે રણબીર કપૂરે ફિલ્મમાં પોતાના પ્રાણ રેડી દીધા હતા. જો કે એને એક હિટ ફિલ્મની તાતી જરૃર પણ ઙતી. એની છેલ્લી ફિલ્મ જગ્ગા જાસૂસ ત્રણ ત્રણ વર્ષના વિલંબ પછી રજૂ થઇ અને બોક્સ ઑફિસ પર પીટાઇ ગઇ હતી

 

(5:45 pm IST)