ફિલ્મ જગત
News of Monday, 2nd November 2020

કેટરીનાએ પીપીઈ કીટ સાથે પોઝ આપ્યો

કોરોનાવાયસ મહામારીની વચ્ચે સફર કરવું લોકો માટ મુશ્કેલનું કામ થઇ ગયુ છે. લોકો જે રીતે પહેલાં વગર ડરે કોઇ જ ગભરામણ વગર અહીં તઇ સફર કરતાં હતાં હવે તેવું નથી રહ્યું. લોકો હવે બહુ સાવચેત થઇ ગયા છે. એવામાં બોલિવૂડ સેલિબ્રિટીઝની સાથે પણ થઇ રહ્યું છે. તમામ એકટર સંપૂર્ણ સેફ્ટી સાથે સફર કરવાં લાગ્યા છે. આ દરમિયાન એકટ્રેસ કેટરિના કૈફ એ પણ કંઇક આવું જ કર્યું છે. કેટરિના કૈફ હાલમાં જ એરપોર્ટ પર સ્પોટ થઇ હતી આ સમયે તે પીપીટી કીટ પહેરેલી નજર આવી હતી.

(12:55 pm IST)