ફિલ્મ જગત
News of Monday, 2nd November 2020

શુટીંગમાં જોડાઇ રકુલપ્રિત સિંહ

ડ્રગ્સ કેસમાં બોલીવૂડની જે અભિનેત્રીઓની પુછતાછ થઇ તેમાં રકુલપ્રિત સિંહનું પણ નામ હતું. જો કે હવે આમાંથી બહાર નીકળી આ અભિનેત્રીઓ ફરીથી શુટીંગમાં વ્યસ્ત થઇ ગઇ છે. રકુલપ્રિતસિંહ હાલમાં હૈદરાબાદમાં શુટીંગ પતાવી રહી છે. એ પછી તે મુંબઇમાં એક ફિલ્મના શુટીંગમાં જોડાવાની હતી. અર્જુન કપૂર સાથેની તેની ફિલ્મ સરદાર એન્ડ ગ્રાન્ડ સન્સનું શુટીંગ શરુ થઇ ગયું છે. આમ તો સપ્ટેમ્બરમાં આ શુટીંગ શરૂ થવાનું હતું. પરંતુ કોરોના થતાં અર્જુન શુટીંગથી દૂર થઇ ગયો હતો. હવે રિકવર થયા બાદ તે ફરીથી કામમાં જોડાયો છે. ફિલ્મમાં જોન અબ્રાહમ અને અદિતી રાવ હૈદરી પણ છે. આ બંને અર્જુનના ગ્રાન્ડ પેરેન્ટ્સના રોલમાં છે. ફિલ્મની કહાની ભારતની આઝાદીના સમયની છે. નીના ગુપ્તા અને કંવલજીતસિંહ ફિલ્મમાં જોન અને અદિતીના વર્તમાન રોલમાં છે. ૧૯૪૭થી ૨૦૨૦ સુધીની ત્રણ પેઢીઓની પ્રેમ કહાની આ ફિલ્મમાં જોવા મળશે. જોન અબ્રાહમ અને ટી-સિરીઝ સાથે મળી નિર્માણ કરી રહ્યા છે. નિર્દેશન કેશવી નાયરનું છે.

 

(10:22 am IST)