ફિલ્મ જગત
News of Tuesday, 2nd October 2018

નીલ નિતિન મુકેશની અપકમિંગ ફિલ્મ ‘દશહરા'નું ઑફિશિયલ ટ્રેલર રિલીઝ

મુંબઈ :એક્ટર નીલ નિતિન મુકેશની અપકમિંગ ફિલ્મ ‘દશહરા'નું ઑફિશિયલ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આશરે પોણા ત્રણ મિનિટના આ ટ્રેલરને જોઈ સમજી શકાય છે કે, ફિલ્મ સારપ અને ખરાબીની લડાઈ પર બનાવવામાં આવી છે.

 આ ફિલ્મમાં નીલ નિતિન મુકેશ એક પ્રામાણિક પોલીસ ઑફિસરની ભૂમિકામાં દેખાઈ રહ્યો છે. ફિલ્મ 26 ઑક્ટોબરે રિલીઝ થઈ રહી છે.

(2:24 pm IST)