ફિલ્મ જગત
News of Monday, 2nd September 2019

હોલીવુડ ફિલ્મ 'ધ ટ્રાસપોર્ટર'ની હિંદી રીમેકમાં જોન અબ્રાહમ

મુંબઈ: જોન અબ્રાહમ હાલ એક પછીએક ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ તેની 'બાટલા હાઉસ' રીલિઝ થઇ હતી.  જોન તેની આવનારી ફિલ્મ 'પાગલપંતી'નું શૂટિંગ પુરુ કરી ચુક્યો છે. અને હવે તે સંજય ગુપ્તા સાથે 'મુંબઇ સાગા'નું  શૂટિંગ શરૂ કરી દીધું છે.  જેમાં તેની સાથે ઇમરાન હાશ્મી, જેકી શ્રોફ અને સુનીલ શેટ્ટી અને ગુલશન ગ્રોવર જોવા મળશે. એક રિપોર્ટના અનુસાર જોન હાલ જેસન સ્ટેથમની ૨૦૦૨માં રીલિઝ થયેલી સુપર હિટ ફિલ્મ 'ધ ટ્રાસપોર્ટર'ની હિંદી રીમેક માટે હક્ક ખરીદવાના પ્રયાસમાં છે. જોન આ વાતનો સ્વીકાર કરે છે પરંતુ આ મુદ્દે વધુ વાત કરવા માંગતો નથી. 

(5:20 pm IST)