કાલે અક્ષયકુમારની ફિલ્મ ' બેલ બોટમ ' નું ટ્રેલર થશે રિલીઝ : 19મીએ થિયેટરોમાં ફિલ્મ 3D માં રજૂ કરાશે
અક્ષયે પોતાનું પોસ્ટર શેર કરતા લખ્યું, 'તેજસ્વી યાદશક્તિ, રાષ્ટ્રીય કક્ષાનો ચેસ ખેલાડી, ગીતો શીખવે છે, હિન્દી, અંગ્રેજી, જર્મન બોલે છે
મુંબઈ : બૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર ટૂંક સમયમાં થિયેટરમાં ઘમાકો કરવા માટે તૈયાર છે. અક્ષયની ફિલ્મ બેલ બોટમ રિલીઝ થવાની છે અને તે પહેલા મંગળવારે અભિનેતા પોતાની ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવા જઈ રહ્યા છે. અક્ષયે આજે ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરી છે. આ સાથે, તેણે તેમના પાત્ર વિશે કેટલીક માહિતી પણ આપી છે.
અક્ષયે પોતાનું પોસ્ટર શેર કરતા લખ્યું, 'તેજસ્વી યાદશક્તિ, રાષ્ટ્રીય કક્ષાનો ચેસ ખેલાડી, ગીતો શીખવે છે, હિન્દી, અંગ્રેજી, જર્મન બોલે છે. બાકીનું ટ્રેલર સાથે જણાવીશું. બેલ બોટમ ટ્રેલર આવતીકાલે સાંજે રિલીઝ થશે.
ચાહકો ફિલ્મના ટ્રેલરને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તે જોવા માંગે છે કે અક્ષય આ વખતે દર્શકો માટે શું નવું લાવ્યા છે.
અક્ષયે અગાઉ જાહેરાત કરી હતી કે આ ફિલ્મ 3D માં રજૂ કરવામાં આવશે. તેમણે લખ્યું હતું, ' પુરા ફિલ સાથે થ્રિલનો એક્સપીરિયંસ કરવા 19 ઓગસ્ટના રોજ, બેલ બોટમ રિલીઝ થઈ રહી છે
આ ફિલ્મને અસીમ અરોડા અને પરવેઝ શેખે લખી છે અને ફિલ્મની વાર્તા ભારતના એક ભૂલાયેલા હીરોની આસપાસ ફરે છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ પહેલા આ વર્ષે એપ્રિલમાં રિલીઝ થવાની હતી, પરંતુ પછી કોવિડની બીજી લહેરને કારણે રિલીઝની તારીખ આગળ વધારવામાં આવી હતી. કોવિડ રોગચાળા પછી, આ એક મોટી હિન્દી ફિલ્મ છે જે થિયેટરોમાં રિલીઝ થશે.
તે જ સમયે, આ પણ અક્ષયની પહેલી ફિલ્મ છે જે રોગચાળા પછી થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું નિર્માણ વાસુ ભગનાની, જેકી ભગનાની, દીપશિખા દેશમુખ, મોનિષા આડવાણી અને નિખિલ આડવાણી દ્વારા કરવામાં આવ્યું છે અને રણજિત તિવારી દ્વારા નિર્દેશિત છે. ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત હુમા કુરેશી, વાણી કપૂર અને લારા દત્તા મુખ્ય ભૂમિકામાં છે.