દમદાર પાત્ર ભજવવા નિક્કીની ઇચ્છા
બિગ બોસ-૧૪માં ભાગ લઇને વધુ જાણીતી બનેલી અભિનેત્રી નિક્કી તંબોલીએ હવે વધુ એક રિયાલીટી શો ખતરો કે ખિલાડી-૧૧માં સામેલ થઇ છે. અનેક મ્યુઝિક વિડીયોમાં કામ કરી ચુકેલી નિક્કી પોતાની ખુબસુરતીને કારણે જાણીતી છે. તેણે કહ્યું હતું કે મારી ઇચ્છા પ્રિયંકા ચોપડાએ બરફી ફિલ્મમાં નિભાવ્યું તેવું મજબૂત અને દમદાર પાત્ર ભજવવાની છે. પ્રિયંકા ચોપડાને બરફીના પાત્ર માટે ખુબ જ વાહવાહી મળી હતી. આ રોલ માટે તેને અનેક એવોર્ડ પણ મળ્યા હતાં. નિક્કી પણ ઇચ્છે છે કે તે દર્શકોને સર્વશ્રેષ્ઠ કામ કરીને દેખાડે. હાલમાં જ નિક્કીએ સાઉથની એક ફિલ્મ પણ કરી છે. ત્યાં પણ તેના પ્રભાવશાળી પ્રદર્શનને કારણે ચાહકોની સંખ્યા વધી ગઇ છે. નિક્કી કહે છે હજુ મારી શરૂઆત છે, પરંતુ આગળ જતાં હું વધુને વધુ સારું કામ કરીશ અને વધુ મહેનત કરીશ. મારા પાત્રોથી દર્શકો ખુશ થઇ જાય તેવું કામ કરીશ.