ફરીથી જજ બન્યા હિમેશ અને વિશાલ
સિંગીંગ રિયાલીટી શો ઇન્ડિયન આઇડલ-૧૨ પછી હવે ફરી એક વખત હિમેશ રેશમીયા અને વિશાલ દદલાણી જજ તરીકે જોવા મળશે. સારેગામાપા લિટલ ચેમ્પ્સની ભવ્ય સફળતા બાદ હવે ઝી ટીવી પોતાના સોૈથી આઇકોનીક અને લાંબા સમય સુધી ચાલેલા રિયાલીટી શો સારેગામાપા સાથે ફરી દર્શકોનું મનોરંજન કરશે. સારેગામાપાની નવી સિઝન દેશના ઉભરતાં ગાયકોને મોટી તક આપશે. આ માટે ઓનલાઇન ઓડિશન શરૂ થઇ ગયું છે. હાલના કોવિડના માહોલને કારણે સ્પર્ધકો માટે ઓનલાઇન ઓડિશન રખાયું છે. હિમેશ રેશમીયાએ કહ્યું હતું કે સારેગામાપા જેવા રિયાલીટી શોને જજ કરવો એ મોટો અનુભવ છે. હું આ શોની અનેક સિઝનનો ભાગ રહી ચુકયો છું. ફરીથી મને તક મળી છે. વિશાલે કહ્યું હતું કે મેં સારેગામાપા રિયાલીટી શો સાથે જ ટીવી પરદે મારી સફર શરૂ કરી હતી. મને લાગે છે હું ફરીથી મારા ઘરે આવ્યો છું. આ શોથી મને અનેક નવા સ્વર સાંભળવા, માણવા મળશે. બેસ્ટ ટેલેન્ટને અમે દુનિયા સામે લાવીશું.