ફિલ્મ જગત
News of Sunday, 2nd August 2020

સુશાંતના મોત મુદ્દે ચર્ચાનું સ્તર ખૂબ વધારે બાલિશ : નસરુદ્દીન શાહ

બધા સામે કેમ ગંદા લંગોટ ધોઈએ છીએ : જો બધા ફરિયાદ કરવાનું શરૂ કરી દઈશું તો ઈન્ડસ્ટ્રી આ પૃથ્વીની સૌથી ખરાબ જગ્યા તરીકે જોવાશે : અભિનેતા

મુંબઈ, તા. ૨ : બોલિવુડના પીઢ એક્ટર નસીરુદ્દીન શાહને સુશાંત સિંહ રાજપૂતના કેસ અંગે રોજ-રોજ થઈ રહેલી ચર્ચાઓ પસંદ આવી રહી નથી. પત્રકાર અને લેખક અનુપમા ચોપરા સાથે વાત કરતા તેમણે કહ્યુંકે, તેમને આશા હતી કે, લોકો સુશાંતને શાંતિથી રહેવા દેશે.

શું તેમને લાગે છે કે, આવી ડિબેટ કોઈ વાસ્તવિક ફેરફાર લાવશે એવા સવાલ પર નસીરુદ્દીન શાહે કહ્યું કે, કોઈ માત્ર એ માટેની આશા કરી શકે છે પણ આ ચર્ચાનું સ્તર ખૂબ વધારે બાલિશ થઈ રહ્યું છે અને તે આને સંપૂર્ણ રીતે અનાવશ્યક માને છે. આપણે પોતાના ગંદા લંગોટ લોકો સામે કેમ ધોઈ રહ્યા છીએ ?

નસીરુદ્દીન શાહે કહ્યું કે, હવે તો પોસ્ટર પર ન દેખાવા પણ કલાકારો આલોચના કરી રહ્યા છે. જો આપણે બધા ફરિયાદ કરવાનું શરૂ કરી દઈશું તો ફિલ્મ ઈન્ડસ્ટ્રી આ પૃથ્વીની સૌથી ખરાબ જગ્યા તરીકે જોવામાં આવશે. જણાવી દઈએ કે, તાજેતરમાં એક્ટર દીપક ડોબરિયાલે ફિલ્મ્સના પોસ્ટર પર સ્થાન ન મળવાની ફરિયાદ કરી હતી. નસીરુદ્દીન શાહે આગળ જણાવ્યું કે, સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ અને આઉટસાઈડર્સની ચર્ચા વધી છે. તેમણે કંગના રનોટનું નામ લેતા કહ્યું કે, તે કેટલાક ફિલ્મમેકર્સ અને સ્ટારકિડ્સને ટાર્ગેટ કરી રહી છે, તાપસી પન્નૂ અને સ્વરા ભાસ્કરને પણ બી ગ્રેડ એક્ટર્સ ગણાવી દીધી.

(8:03 pm IST)