ફિલ્મ જગત
News of Sunday, 2nd August 2020

પૂજા બેનર્જી તેની ભાણેજ રિધાન્યા સાથે દેખાશે

મુંબઈ, તા. ૨ : ઝીટીવી પર આવતી સિરિયલ 'કુમકુમ ભાગ્ય'માં પૂજા બૅનરજીની સાથે તેની ભાણેજ રિધાન્યા પણ જોવા મળશે. આ શોમાં નેના સિંહની જગ્યાએ હવે રિયાના પાત્રમાં પૂજા જોવા મળી રહી છે. સ્ટોરીમાં રિયાના રૂમમાં તેના બાળપણના ઘણા ફોટો લગાવવાની જરૂર હોવાથી આ માટે રિધાન્યાની મદદ લેવામાં આવી છે. પૂજાની ત્રણ વર્ષની ભાણેજ રિધાન્યા તેના જેવી જ દેખાતી હોવાથી તેના યંગર વર્ઝન માટે તેના ફોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.  આ વિશે પૂજાએ કહ્યું હતું કે 'મારી રૂમને ડેકોરેટ કરવા માટે ક્રીએટિવ ટીમને મારા બાળપણના ફોટોઝ જોઈતા હતા. જોકે મારી પાસે એ સમયે મારા ફોટો ન હોવાથી હું એ તેમને નહોતી આપી શકી. જોકે મેં તેમને કહ્યું હતું કે મારી ભાણેજ મારા જેવી જ દેખાય છે અને એથી મેં તેના ફોટોનો ઉપયોગ કરવાનું કહ્યું હતું. તેને પણ મારી જેમ ઍક્ટિંગ કરવી પસંદ છે અને હું એ જોઈ શકું છું. આથી તેના ફોટોનો ઉપયોગ કરવાનો મને વિચાર આવ્યો હતો. ટીમે આ ફોટો જોયા બાદ તેમણે પણ એનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. તે આ ફોટો દ્વારા શોનો ભાગ બનશે અને એથી આ શો મારા માટે વધુ સ્પેશ્યલ બની ગયો છે.

(8:02 pm IST)