ફિલ્મ જગત
News of Tuesday, 2nd June 2020

હાલમાં જોખમ લેવા નથી ઇચ્છતી ભારતી સિંહ

ટીવી પરદાની કોમેડી કવીન ભારતી સિંહે કોરોના મહામારીને કારણે ફેમિલી પ્લાનીંગ ટાળી દીધુ છે. કોરોના વાયરસથી સંક્રિમત લોકોની સંખ્યા સતત વધી રહી છે.  ભારતીએ કહ્યું હતું કે હું મા બનવા ઇચ્છતી હતી. પરંતુ કોરોના વાયરસની મહામારી વચ્ચે આ ચાન્સ લેવાય તેમ નથી. હાલના સતત તણાવ ભરેલા માહોલમાં હું બાળક ઇચ્છતી નથી. મારી ઇચ્છા છે કે મારું બાળક સ્વસ્થ વાતાવરણમાં જન્મ લે. મેં અને હર્ષએ  આ વર્ષમાં જ બાળકનું પ્લાનીંગ કર્યુ હતું. મેં વિચાર્યુ હતું કે ૨૦૨૦માં જ હું ૨૦-૨૦ રમી લઉ. પરંતુ હવે કોરોના વાયરસને કારણે કોઇ જોખમ લેવાય તેવું લાગતું નથી. તણાવની હાલતમાં બાળકનું પ્લાનીંગ કરી શકાય નહિ. હાલના સમયમાં હોસ્પિટલમાં જવું એ પણ જોખમી લાગે છે. જો હાલમાં પ્રેગનન્ટ થાવ તો ચેકઅપ માટે હોસ્પિટલમાં જવું પડે. આમ કરીને હું જન્મલેનારને અને મને પોતાને જોખમમાં મુકી શકુ નહિ. ભારતી અને હર્ષ સાત વર્ષ રિલેશનશીપમાં રહ્યા બાદ ૨૦૧૭માં લગ્ન કર્યા હતાં. આ બંનેની લવસ્ટોરીની શરૂઆત કોમેડી સર્કસના સેટ પરથી શરૂ થઇ હતી.

(9:34 am IST)