ફિલ્મ જગત
News of Tuesday, 2nd June 2020

એવલીન શર્મા અને સિડની... જોગાનુજોગ

ભારતીય જર્મન મુળની અભિનેત્રી એવલીન શર્મા ડઝનથી વધુ ફિલ્મોમાં કામ કરીને જાણીતી બની છે. તેણે બોલીવૂડમાં 'ફ્રોમ સિડની વિથ લવ'થી અભિનય કારકિર્દીનો ૨૦૧૨માં આરંભ કર્યો હતો. એ પછી નોૈટંકી સાલા, યે જવાની હૈ દિવાની, યારિયાં, સાહો સહિતની ફિલ્મોમાં કામ કર્યુ છે. ૨૦૧૪માં યારિયાં ફિલ્મની સની સની ગર્લ તરીકે તેને નામના મળી હતી. એવલીને કહ્યું હતું કે મારી પહેલી ફિલ્મ ફ્રોમ સિડની વિથ લવ હતી અને મજાની વાત એ છે કે હવે હું સિડનીના જ એક છોકરા સાથે સગાઇ કરી રહી છું. એવલીને સ્વીકાર્યુ હતું કે મને ઓળખ અયાન મુખર્જીની ફિલ્મ યે જવાની હૈ દિવાની થકી મળી હતી. તેણે કહ્યું હતું કે વરૂણ ધવનની મૈં તેરા હીરો તથા ઇમ્તિયાઝ અલીની જબ હેરી મેટ સેજલમાં શાહરૂખ-અનુષ્કા જેવી મલ્ટીસ્ટાર જોડી સાથે કામ કરવાની મને તક મળી એ શાનદાર અનુભવ હતો. એવલીનનું ગીત સની...સની...પણ ખુબ હિટ થયું હતું. તેણે અત્યાર સુધીમાં બોલીવૂડમાં પંદર ફિલ્મો કરી છે. હોટનેસને કારણે તે સતત ચર્ચામાં રહે છે.

(9:33 am IST)