ફિલ્મ જગત
News of Saturday, 2nd June 2018

સમાજમાં કોમર્શિયલ ફિલ્મો પણ બદલાવ લાવી શકે છે: અક્ષય કુમાર

મુંબઈ:બોલીવુડ કલાકાર અક્ષય કુમારે જણાવ્યુ કે, કોમર્શિયલ ફિલ્મો પણ સમાજમાં ફેરફાર લાવી શકે છે, જે મારી તાજેતરની ફિલ્મો પરથી લાગી રહ્યુ છે. હું મારી તાજેતરની ફિલ્મો પરથી સમજ્યો છું કે સમાજમાં કોમર્શિયલ ફિલ્મો બદલાવ લાવી શકે છે. 
હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીે સ્વચ્છ ભારતની હાકલ કરી ત્યારબાદ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને અન્ય કલાકારોનો સાથ મેળવીને ખુલ્લામાં લઘુશંકા કરવાનુ અટકાવવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. અક્ષય કુમારે સમયગાળામાં ટોયલેટ એક પ્રેમકથા ફિલ્મ બનાવી હતી. 
ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી.ત્યારબાદ અક્ષય કુમારે ફિલ્મ પેડમેનમાં કામ કર્યુ હતું ફિલ્મનુ નિર્માણ તેની પત્ની અભિનેત્રી ટ્વિન્કલ ખન્નાએ કર્યુ હતું. ફિલ્મને પણ દર્શકોનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં પ્રથમ વખત મહિલાઓના માસિકસ્ત્રાવની વાત વણી લેવામાં આવી હતી. દક્ષિણ ભારતની ગરીબ મહિલાઓને સેનેટરી નેપકિન્સ સોંઘા મળી રહે માટે કામ કરનારા અરુણાચલમની બાયોપિક ફિલ્મમાં અક્ષય કુમારે મુખ્ય રોલ કરીને સેનેટરી નેપકિન્સના પ્રચારની દિશામાં માતબર કામ કર્યુ હતું. તેણે જણાવ્યુ કે બન્ને ફિલ્મો કોમર્શિયલ ફિલ્મો હતી અને બન્ને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારી સફળતા તો મેળવી હતી પરંતુ લોકોમાં સારો એવો સામાજિક સંદેશો પણ આપ્યો હતો. અભિનેતાએ જણાવ્યુ કે, જો પ્રકારની કોમર્શિયલ ફિલ્મો બનાવવામાં આવે તો ખરેખર સમાજમાં પરિવર્તન લાવી શકાય છે. જેથી આગામી સમયમાં પણ હું કોમર્શિયલ ફિલ્મો પર વધુ ધ્યાન આપતોરહીશ.

(3:48 pm IST)