News of Thursday, 2nd May 2019
સડક 2- રિલીઝ પહેલા આલિયા ભટ્ટનો રોલ લીક : ઢોંગી બાબાના ઢંગનો પર્દાફાશ કરતી જોવા મળશે.
મુંબઈ : સંજય દત્ત, પૂજા ભટ્ટ અને મહેશ ભટ્ટની સુપરહિટ ફિલ્મ સડકના સીક્વલને લઈ ચર્ચા છે અને સડક 2માં આલિયા ભટ્ટ ધમાકો કરતી જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મને લઈ એલાન કરવામાં આવ્યું હતું અને આલિયા ભટ્ટ આની તૈયારીમાં લાગી ગઈ છે. જો કે સંજય દત્ત પહેલેથી જ આ અંગે તૈયારી શરૂ કરી ચૂક્યો છે.
આ બંને ઉપરાંત આ ફિલ્મમાં આદિત્ય રૉય કપૂર અને પૂજા ભટ્ટ પણ જોવા મળશે. હવે ફિલ્મમાં આલિયા ભટ્ટના કેરેક્ટરનો ખુલાસો થઈ ચૂક્યો છે. મુંબઈ મિરર મુજબ આલિયા ભટ્ટ આ ફિલ્મમાં એક એવી છોકરીના રોલમાં છે જે એક ઢોંગી બાબાના ઢંગનો પર્દાફાશ કરતી જોવા મળશે.
(10:26 pm IST)