ફિલ્મ જગત
News of Thursday, 2nd May 2019

પરિવાર સાથે સમય વિતાવવો છેઃ શાહરૂખ

કિંગ ખાનની પાછલી ફિલ્મ ઝીરો નામ પ્રમાણે જ ફલોપ નિવડી હતી. આ નિષ્ફળતા શાહરૂખે સ્વીકારી પણ લીધી હતી. તેણે પોતે જૂન મહિનામાં નવી ફિલ્મની શરૂઆત કરશે તેવી વાત કરી હતી. પરંતુ હવે તેણે કહ્યું છે કે હાલમાં તે કોઇ ફિલ્મ કરી રહ્યો નથી. શાહરૂખ કહે છે હવે અભિનયમાં મારો જીવ પરોવાતો નથી. હું વિચારી રહ્યો છું કે હવે હું ફિલ્મો જોવ, સ્ક્રિપ્ટ સાંભળુ અને પુસ્તકો વાંચુ. મારા બાળકોનું કોલેજનું ભણતર પણ પુરૂ થવા જઇ રહ્યું છે. સુહાના કોલેજમાં છે.આ વર્ષે કોલેજ પુરી થવાની છે.  હવે મારે વધુને વધુ સમય પરિવાર સાથે વિતાવવો છે. જુનમાં હું નવી ફિલ્મનું કામ હાથ પર લેવાનો હતો, પણ હવે એ કામ નથી કરવું. મારી પાસે રોજ નવી નવી સ્ક્રિપ્ટ આવે છે. હું પંદરથી વીસ કહાની સાંભળી ચુકયો છુ, પણ હું નક્કી નથી કરી શકયો કે કઇ ફિલ્મ કરવી જોઇએ. હું નિર્ણય લઇશ તો તુરત જ ફિલ્મનું કામ શરૂ થઇ જશે.

(9:46 am IST)