કોમેડી કરશે ક્રિતીઃ રાજકુમાર સાથે ત્રીજી ફિલ્મ
હીરોપંતિ ફિલ્મથી ટાઇગર શ્રોફ સાથે અભિનય કારકિર્દી શરૂ કરનારી ક્રિતી સેનન હવે બોલીવૂડમાં મોટી ફિલ્મો કરી રહી છે. આગામી સમયમાં તે કોમેડી કરતી જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવની જોડી હશે. નિર્માતા દિનેશ વિજાન અને મહાવીર જૈન સાથે મળી એક કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં રાજુકમાર રાવ અને ક્રિતી સેનનને લેવામાં આવ્યા છે. ફિલ્મનું નામ હવે પછી નક્કી થશે. પારિવારીક કોમેડી ડ્રામામાં પરેશ રાવલ, રત્ના પાઠક શાહ, અપારશકિત ખુરાના જેવા કલાકારો પણ ખાસ ભુમિકા નિભાવશે. ફિલ્મમાં કલાકારોને અલગ જ અવતારમાં રજૂ કરવામાં આવશે. અભિષેક જૈન ફિલ્મનું નિર્દેશન સંભાળશે. જેણે અગાઉ ગુજરાતી ફિલ્મોનું નિર્દેશન કર્યુ છે. પહેલી વખત તે હિન્દી ફિલ્મનું કામ કરશે. મહાવીર જૈને કહ્યું હતું કે અમને વિશ્વાસ છે કે દર્શકોએ પહેલા કદી આવી ફિલ્મ જોઇ નથી. અમારી પાસે શાનદાર કલાકાર અને પ્રતિભાશાળી ક્રુ મેમ્બર્સ છે. રાજકુમાર અને ક્રિતી બરેલી કી બરફી અને રાબ્તામાં સાથે કામ કરી ચુકયા છે.