ફિલ્મ જગત
News of Tuesday, 2nd March 2021

વજન ઓછુ કરવાનું કામ સરળ નહોતું: શ્વેતા

ટીવી પરદાની ખુબસુરત અભિનેત્રીઓમાં સામેલ શ્વેતા તિવારીએ કસોટી જિંદગી કીની પ્રેરણાના રોલથી ઘર ઘરમાં ઓળખ મેળવી હતી. જો કે એ પહેલા આને વાલા પલ, કહીં કિસી રોઝ જેવા શો કર્યા હતાં. કુમકુમ, કયા હાદસા કયા હકીકત, કેસર, બેગુસકરાય, સપના બાબુલ કા બિદાઇ સહિતના અનેક શો કર્યા છે. છેલ્લે તે મેરે ડેડ કી દુલ્હનમાં જોવા મળી હતી. હિન્દી, ભોજપુરી, પંજાબી, કન્નડ, મરાઠી, નેપાળી મળી પંદર જેટલી ફિલ્મો પણ તે કરી ચુકી છે. હમ તુમ એન્ડ ધેમ નામની વેબ સિરીઝમાં તેણે આપેલા બોલ્ડ દ્રશ્યોની પણ ખુબ ચર્ચા થઇ હતી. સોશિલય મિડીયા પર સતત છવાયેલી રહેતી શ્વેતાએ હાલમાં ખુબ મહેનત કરી દસ કિલો વજન ઓછુ કરી લીધું છે. તાજેતરમાં તેણે બોલ્ડ શૂટ પણ કરાવ્યું હતું અને તસ્વીરો પોસ્ટ કરી હતી.  શ્વેતાએ કહ્યું હતું કે આત્મવિશ્વાસને કારણે હું વજન ઓછુ કરી શકી છું. મહિનાઓ સાથે ડાયેટ અને કસરત પર ધ્યાન આપ્યું હતું. વજન ઘટાડવાનું કામ સરળ નહોતું.

(10:32 am IST)