જીવનની આ યાદગાર ફિલ્મ હશેઃ રિચા
રિચા ચઢ્ઢા અને અલી ફઝલે અભિનયની સાથે સાથે હવે પ્રોડક્શનમાં પણ શરૂઆત કરી છે. તેણે પોતાના પ્રોડક્શનની પહેલી ફિલ્મ ‘ગર્લ્સ વિલ બી ગર્લ્સ'નું શૂટિંગ પુરુ કરી લીધું છે. રિચા કહે છે આ ફિલ્મ થકી હું એક્ટર અને પ્રોડયુસર તરીકે વિકસીત થઇ છું. મારી જિંદગીની આ એક યાદગાર ફિલ્મ બનશે. કારણ કે અનેક કલાકારો આની સાથે જોડાયેલા છે. મારા પ્રોડક્શનની અને મારાં લગ્ન બાદ આ મારી પહેલી ફિલ્મ છે. ફિલ્મના તમામ કલાકારો એવી રીતે કામ કરતા હતા જાણે એક પરિવાર હોય અને એ વસ્તુ અમને ખુબ યાદ આવશે. ફિલ્મની ટીમનો આભાર વ્યક્ત કરતાં અલી ફઝલે કહ્યું કે પ્રોડ્યુસર્સ તરીકેની અમારી પહેલી ફિલ્મનું શુટિંગ પુરું થવાની જાહેરાત કરવાની અમને ખુશી છે. એને લઈને મિક્સ ફિલિંગ્સ જેવી કે ગભરામણ અને ઉત્સાહનો અનુભવ થઈ રહ્યો છે. એક્સાઇટેડ એટલા માટે છું કે અમે એ પોઝિશન પર આવી ગયા છીએ જ્યાં કૂલ અને ટેલન્ટેડ લોકો સાથે કામ કરીને અદ્દભુત સ્ટોરી બનાવી શકીએ છીએ.