ફિલ્મ જગત
News of Friday, 2nd February 2018

રોહિત શેટ્ટીની સ્પષ્ટતા: 'સિંઘમ-3ના કોપીરાઈટ મારી પાસે છે'

મુંબઇ: ફિલ્મ સર્જક અને ૧૦૦ કરોડની ક્લબના સ્થાપક મનાતા ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ કહ્યું હતું કે સુપરહિટ તમિળ ફિલ્મ સિંઘમ થ્રીની હિન્દી આવૃત્તિ બનાવવાના રાઇટ્સ મારી પાસે છે. 'મેં પણ એવા સમાચાર વાંચ્યા હતા કે ફિલ્મ નિર્માતા જયંતીલાલ ગડાએ સિંઘમ થ્રીના રાઇટ્સ મેળવ્યા છે અને એ આ ફિલ્મ બનાવી રહ્યા છે. પરંતુ એ સમાચાર વિશ્વસનીય નથી કારણ કે મૂળ તમિળ ફિલ્મ સિંઘમના રાઇટ્સ મારી પાસે છે. એક ફિલ્મના રાઇટ્સ બે જણ પાસે હોઇ શકે નહીં' એમ રોહિત શેટ્ટીએ કહ્યું હતું.

 

 

(4:39 pm IST)