ફિલ્મ જગત
News of Tuesday, 1st December 2020

અનુષ્કા શર્માએ ગર્ભાવસ્થામાં કર્ર્યુ શીર્ષાસનઃ તસ્વીર વાયરલ

મુંબઇ, તા.૧:  બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. તસવીરમાં અનુષ્કા શર્મા શીર્ષાસન કરતી જોવા મળે છે અને વિરાટ કોહલી તેને મદદ કરે છે. તસવીરમાં અનુષ્કાનું બેબી બમ્પ સ્પષ્ટ દેખાય છે અને વિરાટ ઘણો સચેત થઇને તેના પગને સપોર્ટ કરે છે.

અનુષ્કાએ લખ્યું, આ હેન્ડ ડાઉન અને લેગ્સ અપ એકસરસાઇઝ છે. યોગ મારા જીવનનો ભાગ છે. મારા ડોકટરે કહ્યું કે, હું એવા તમામ આસન કરી શકું છું જેમાં વધુ પડ્તું ટ્વિસ્ટ અને આગળ ઝુકવાનું ન હોય. પરંતુ જરૂરી સપોર્ટ સાથે. શીર્ષાસન માટે પહેલાં એ વાતની ખાતરી કરી કે હું દિવાલને ટેકા તરીકે ઉપયોગમાં લઉં અને મારો બહુ સક્ષમ પતિ મને સંતુલનમાં મદદ કરશે.

અનુષ્કાએ લખ્યું કે, મેં મારા યોગગુરુના સંરક્ષણમાં કર્યું, જે સેશન દરમિયાન આભાસી રીતે મારી સાથે હતાં. હું બહુ ખુશ છું કે ગર્ભાવસ્થા દરમિયાન પણ પ્રેકિટસ કરું છું.

ઉલ્લેખનીય છે કે, લગભગ ૧૨ મિનિટમાં જ આ તસવીરને ૩ લાખથી વધુ લોકોએ લાઇક અને શેર કરી હતી. જયારે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પ્રથમ વખત પિતા બનવા જઇ રહ્યો છે.

(3:21 pm IST)