ફિલ્મ જગત
News of Tuesday, 1st December 2020

રિપોર્ટરના રોલમાં કાર્તિક આર્યન

મધ્યપ્રદેશ ગ્વાલિયરથી બોલીવૂડમાં કંઇક બનવા માટે આવેલો રૂપકડો છોકરો કાર્તિક આર્યન આજે બોલીવૂડમાં નામ અને દામ બંને મેળવી રહ્યો છે. ૨૦૧૧માં ફિલ્મ પ્યાર કા પંચનામાથી કારકિર્દી શરૂ કરનારા કાર્તિકે બાદમાં આકાશવાણી, કાંચી, પ્યાર કા પંચનામા-૨, ગેસ્ટ ઇન લંડન, સોનુ કે ટીટૂ કી સ્વીટી, લુકાછીપી, પતિ પત્નિ ઓૈર વો, લવ આજકલ સહિતની ફિલ્મોથી દર્શકોના દિલ જીત્યા છે. તેની હાલમાં બે ફિલ્મો ભૂલભુલૈયા-૨ અને દોસ્તાના-૨ બની રહી છે. હવે તેના હાથમાં રોની સ્ક્રુવાલા અને રામ માધવાણીની ફિલ્મ 'ધમાકા' આવી છે. આ ફિલ્મને કારણે તે અત્યંત ઉત્સાહિત છે. તે રિપોર્ટરના રોલમાં જોવા મળશે. તેને એક નનામો ફોન આવે છે, ફોન કરનાર બાંદરા સી-લિંકને ઉડાવી દેવાની ધમકી આપે છે. પછી રિપોર્ટર શું કરે છે તેની કહાની છે. કાર્તિક કહે છે રામ માધવાની સાથે કામ કરવા આતુર છું. રોનીએ કહ્યું હતું કે રામની સ્ક્રિપ્ટ સાંભળતા જ કાર્તિક કામ કરવા તૈયાર થઇ ગયો હતો. તે આ રોલ માટે એકદમ પરફેકટ છે.

(9:28 am IST)