ફિલ્મ જગત
News of Tuesday, 1st December 2020

ફિટનેસ મારા માટે ખુબ જ મહત્વની છેઃ તરૂણ ખન્ના

પ્રત્યેક વ્યકિત પાસે એક સંરક્ષક હોય છે. જેના માધ્યમથી તે સાર્થક જીવન જીવે છે અને પોતાની ગુણવત્તા વિકસીત કરે છે. અભિનેતા તરૂણ ખન્ના કે જે ટીવી શો દેવી આદી પરાશકિતમાં ભગવાન શીવનો રોલનિભાવે છે તે કહે છે મારા માટે ફિટનેસ ખુબ મહત્વની છે. મારા સ્વર્ગીય પિતા ધર્મવીર ખન્ના ફિટનેસ પ્રત્યે ખુબ જાગૃત હતાં. મને પણ તેમનો આ ગુણ વારસામાં મળ્યો છે. હવે હું આ ગુણને મારા પુત્રમાં વિકસાવી રહ્યો છું. મારા પિતાએ ફિટનેસ બાબતે મને સતત સજાગ રાખ્યો છે. તેની તમામ જીણામાં જીણી બાબતો અંગે મને જણાવ્યું હતું અને શીખવ્યું હતું. મારા શાળાના સમય વખતે તેઓ મને સવારે સાડા પાંચે જગાડતા હતાં. હું નિયમીત કસરત કરુ તેવું તેઓ ઇચ્છતા હતાં. સવારે તેઓ મારી સાથે દોડતા હતાં અને વ્યાયામ કરતાં હતાં. મારામાં ફિટનેસ પ્રત્યેની ધગશ તેમના કારણે જ છે. હવે હું મારા પુત્ર આદમ્ય સાથે કસરત કરુ છું. દોડવું, સાઇકલીંગ, પુશ અપ, વોકીંગ આ બધુ તે મારી સાથે કરે છે. મને તેની સાથે એટલુ જ સારુ લાગે છે, જેટલુ મારા પિતા સાથે લાગતું હતું.

(9:27 am IST)