ફિલ્મ જગત
News of Tuesday, 1st October 2019

પુલકીત-વરૂણ-અલી વધુ એકવાર સાથે

છ વર્ષ પહેલા આવેલી ફૂકરે ફિલ્મના નિર્માતા રિતેશ સિધવાનીએ વિચાર્યુ પણ નહોતું કે આ ફિલ્મ લોકોને ખુબ ગમશે અને તેની સિકવલ પણ બનાવવી પડશે. પુલકીત સમ્રાટ, અલી ફઝલ, વરૂણ શર્મા, મનજોત સિંઘ, ઋચા ચઢ્ઢા, પંકજ ત્રિપાઠી સહિતના કલાકારોએ કમાલનું કામ કર્યુ હતું. ૨૦૧૭માં ફૂકરે રિટર્ન્સ પણ આવી હતી અને સફળતા મળી હતી. હવે ફૂકરે બોયઝના નામથી આ ફિલ્મનું એનિમેટેડ ફોર્મ શરૂ થવાનું છે. હની, ચૂચા, લાલી, ભોલી પંજાબન સહિતના એનિમેટેડ (કાર્ટૂન) અવતારમાં જોવા મળશે. આ શોનું તાજેતરમાં લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. હવે રિતેશે ફૂકરે-૩ની સ્ક્રિપ્ટનું કામ પણ શરૂ કરી દીધું છે. થોડા મહિનામાં કામ પુરૂ થતાં જ ૨૦૨૦માં શુટીંગ શરૂ થઇ જશે. અગાઉના કલાકારોને જ ત્રીજા ભાગમાં રિપીટ કરવામાં આવશે. એ વર્ષે જ ફિલ્મ રિલીઝ થઇ જશે. ફૂકરે રિટર્ન્સનું નિર્દેશન મૃગદિપસિંહ લાંબાએ કર્યુ હતું. ભોલી પંજાબન ફૂકરે બોયઝને હવે કઇ રીતે ભીડવશે તે સહિતની કંઇક નવી જ કહાની ત્રીજા ભાગની હોઇ શકે છે.

(10:31 am IST)