News of Monday, 1st October 2018
તમિલની હોરર ફિલ્મ 'કચના:મુનિ2'ની હિન્દી રીમેકમાં નજરે પડશે અક્ષય કુમાર
મુંબઈ: બોલીવુડના ખેલાડી કુમાર અક્ષય કુમાર તમિલની હોરર કોમેડી ફિલ્મ કચના મૂઈ 2ની હિન્દી રીમેકમાં નજરે પડશે તેવી ચર્ચા થઇ રહી છે. તમિલમાં આ ફિલ્મને રાઘવ લોરેન્સે નિર્દેશિત કરી હતી તેને ફિલ્મમાં લીડ રોલ પણ પ્લે કર્યો હતો. રીમેકમાં અક્ષય તેનું પાત્ર ભજવશે. જેની આત્માને ભૂતે પડકી રાખી છે. આ પ્રોજેક્ટને શબીના ખાન પ્રોડ્યુસ કરશે. જે અક્ષયની ફિલ્મ ગબબર ઇસ બેકને પ્રોડ્યુસ કરી ચુકી છે. આ પહેલા તમિલની આ ફિલ્મને સલમાન ખાન અને સોહેલ ખાન બનાવવા માંગતા હતા પણ કોઈ કારણોસર વાત બની ના શકી
(4:23 pm IST)