ફિલ્મ જગત
News of Monday, 1st October 2018

'ભારત' માટે ખુબ મહેનત કરી રહ્યા છીએઃ દિશા

સલમાન ખાનની ફિલ્મ ભારતમાં પ્રિયંકા ચોપડાની જગ્યાએ કેટરીના કૈફને લેવામાં આવી છે. આ ફિલ્મમાં દિશા પટાનીનો પણ મહત્વનો રોલ છે. દિશાએ કહ્યું હતું કે અમે આ ફિલ્મ માટે ખુબ જ મહેનત કરી રહ્યા છીએ. સલમાન એક ખુબ જ સારી વ્યકિત છે, અમારા અનેક સિન એક સાથે છે.અલી અબ્બાસ જફરના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મના બે શેડ્યુલનું શુટીંગ પુરૂ થઇ ગયું છે. હવે અબુ ધાબીમાં ધમાકેદાર એકશન દ્રશ્યોનું શુટીંગ કરવામાં આવશે. તબ્બુ, જૈકી શ્રોફ, સુનિલ ગ્રોવર સહિતના કલાકારો પણ મહત્વાના રોલમાં છે. ૨૦૧૯માં ઇદના તહેવાર પર આ ફિલ્મ રિલીઝ થશે. આ પહેલા સલમાન અને અલીની જોડીએ સુલ્તાન અને ટાઇગર જિંદા હૈ જેવી ૩૦૦ કરોડી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. ભારત તેની ત્રીજી ફિલ્મ છે. ફિલ્મની કહાની ૧૯૪૭થી શરૂ થશે. ભારત-પાકિસ્તાનના ભાગલા અને પિતા-પુત્રીની લાગણીશીલ કહાની હશે. કેટરીના નર્સના રોલમાં છે.

(10:04 am IST)