ફિલ્મ જગત
News of Saturday, 1st August 2020

સુશાંત સિંહ રાજપૂતના બેંક ખાતામાંથી 15 કરોડ ટ્રાન્ઝેક્શનની તપાસ કરશે ED

મુંબઈ: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં તપાસ વધુ તીવ્ર બની છે. મુંબઈ અને બિહાર પોલીસ મામલે તપાસ કરી રહી છે. કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. દરમિયાન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) પણ સક્રિય થઈ ગયું છે. શુક્રવારે ઇડીએ મામલે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે.તપાસ એજન્સીના અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે ઇડીએ રિયા ચક્રવર્તી અને કેટલાક પરિવારના સભ્યો સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. ગુરુવારે ઇડીએ પટણા પોલીસ પાસે એફઆઈઆરની નકલ માંગી હતી. રિયા ચક્રવર્તી પર 15 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. સુશાંતસિંહ રાજપૂતના પિતા કે.કે.સિંહે આક્ષેપ કર્યો છે. ઇડીના એક અધિકારીએ જણાવ્યું કે સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ અમે કેસ નોંધ્યો છે. રિયા અને તેના પરિવારને આવતા દિવસોમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે.એફઆઈઆરમાં સુશાંતના પરિવારે આરોપ લગાવ્યો છે કે, 2019 માં સુશાંતના ખાતામાં 17 કરોડ રૂપિયા હતા, પરંતુ થોડા મહિનામાં સુશાંત સાથે જોડાયેલા હોય તેવા ખાતામાંથી 15 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તે પૈસા ક્યાં ટ્રાન્સફર થયા છે તેની તપાસ થવી જોઈએ. ઇડીના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમની તપાસમાં 15 કરોડ રૂપિયા અને અન્ય ચાર્જિસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. બિહાર પોલીસે ગુરુવારે જે બેંકમાં સુશાંતનું બેંક એકાઉન્ટ હતું તેની વિગતો માંગી હતી. સુશાંતના પરિવારે તેમના વકીલ દ્વારા આરોપ પણ લગાવ્યો છે કે રિયા સુશાંતના પૈસા અને ક્રેડિટ કાર્ડનો દુરૂપયોગ કરી રહી છે.

(4:24 pm IST)