ફિલ્મ જગત
News of Wednesday, 1st July 2020

21 વર્ષ બાદ નિર્દેશકના રૂપમાં મહેશ ભટ્ટની વાપસીને લઇને ચર્ચામાં રહેનાર ‘સડક-2' ફિલ્‍મ જલ્‍દી જ દર્શકો સમક્ષ આવશેઃ આલીયા ભટ્ટ

મુંબઇ: આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર, સંજય દત્ત અને પૂજા ભટ્ટ સ્ટારર મોસ્ટ અવેટેડ બોલીવુડ ફિલ્મ 'સડક 2'નું પ્રીમિયર ઓટીટી પ્લેટફોર્મ પર થશે. 21 વર્ષ બાદ નિર્દેશકના રૂપમાં મહેશ ભટ્ટની વાપસીને લઇને ચર્ચામાં રહેનાર આ ફિલ્મ હવે જલદી જ દર્શકોની સામે આવવાની છે.

આ ફિલ્મના રિલીઝની જાહેરાત એક લાઇવ ઇવેન્ટમાં કરવામાં આવી જેમાં આલિયા ભટ્ટ, અજય દેવગણ અક્ષય કુમાર, વરૂણ ધવન અને અભિષેક બચ્ચને ભાગ લીધો. અભિનેતાઓએ પોતાના વિશે વાત કરી, કે કેવી રીતે લોકડાઉનમાં પોતાનો સમય વિતાવી રહ્યા છે. વર્ચુઅલ પ્રેસ કોન્ફ્રરન્સને હોસ્ટ કરનાર વરૂણ ધવને કહ્યું કે તેમણે યોગા શિખ્યા, તો બીજી તરફ આલિયાએ ધ્યાન લગાવતાં અને ગિટાર વગાડતા શીખ્યું.

'સડક 2'નું પોસ્ટર શેર કરતાં આલિયા ખૂબ ઉત્સાહિત હતી, તેમણે કહ્યું કે આ ફિલ્મ ખરેખર ઘર વાપસી છે. આ પહેલી ફિલ્મનું કંટીન્યૂશન છે. તેમણે એ પણ ખુલાસો કર્યો કે ફિલ્મમાં કૈલાશ પર્વતની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

પોસ્ટરમાં જેમ કે કોઇ પાત્ર જોવા મળતું નથી, તેની પાછળનું કારણ આલિયાએ પોતાના પિતા મહેશ ભટ્ટની જુબાની સંભળાવી. તે કહે છે કે ''કૈલાશ પર્વત- અમર પર્વતમાં દેવતાઓ અને ઋષિઓના પદચિહ્ન છે. આ તમામ દેવતાઓ ભગવાન શિવનું નિવાસ સ્થાન છે. શું હકિકતમાં આ પવિત્ર સ્થાન પર અભિનેતાઓની જરૂર છે? શરૂઆતથી જ માનવતાએ આ કૈલાશમાં આશ્રય મેળવ્યો છે. આ તે જગ્યા છે જ્યાં તમામ શોધ પૂર્ણ થાય છે.''

(5:19 pm IST)