ફિલ્મ જગત
News of Wednesday, 1st July 2020

ટ્રાન્‍સજેન્‍ડરનું પાત્ર કરવું મારા માટે રોમાંચક હતું, ‘લક્ષ્મી બોમ્‍બ' ફિલ્‍મ માટે ઘણીવાર રીટેક કર્યા જેથી યોગ્‍ય શોટ આપી શકાયઃ અક્ષય કુમાર

નવી દિલ્હી: બોલીવુડના 'ખેલાડી' અક્ષય કુમારની ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' જલદી જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અક્ષય સાથે કિયારા અડવાણી જોવા મળશે. રાઘવા લોરેન્સ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ' પહેલાં 22 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. પરંતુ કોરોના વાયરસ મહામારીના કારણે હવે આ OTT પર રિલીઝ થવા જઇ રહી છે.

અક્ષય કુમારે જણાવ્યું કે આ ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'માં તેમનો ખૂબ વધુ ઇંટેસ રોલ છે. એવું તેમણે ક્યારેય અનુભવ્યું નથી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમણે ઘણીવાર રીટેક કર્યા જેથી બિલકુલ યોગ્ય શોટ આપી શકાય. ત્મેઅણે ડાયરેક્ટર રાઘવને આ ફિલ્મ માટે ધન્યવાદ વ્યક્ત કર્યો. અક્ષય કુમારે જણાવ્યું કે ટ્રાંસજેન્ડરનું પાત્ર કરવું તેમના માટે ખૂબ રોમાંચક રહ્યું.

અક્ષય કુમારે આ ફિલ્મમાં એવું પાત્ર ભજવ્યું છે, જેને તમે પહેલાં પણ ક્યારેય જોયું નહી હોય. અત્યાર સુધી 150 ફિલ્મો કરી ચૂકેલા અક્ષય કુમારનું મનાવું છે, ''મેં ક્યારેય આ પ્રકારનું પાત્ર ભજવ્યું નથી. એક્સાઇટેડ છું અને દર્રોજ પોતાના પાત્રને સારું બનાવવા માટે હું ઘણી સીમાઓ કરતાં આગળ કામ કર્યું છે. દરરોજ પોતાના વિશે કંઇક નવું શિખ્યો છું. અક્ષય સાથે એ પણ કહ્યું કે આ ફિલ્મને મને ઘણું બધુ શિખવાડ્યું છે અને ખાસકરીને ઇકલિટી વિશે.

(5:18 pm IST)