ફિલ્મ જગત
News of Wednesday, 1st July 2020

મોડેલિંગથી સફળ અભિનેત્રીની જૈસ્મીનની સફર

ટીવી અભિનેત્રી જૈસ્મીન ભસીને તાજેતરમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. જૈસ્મીનના અભિનયને સોૈ કોઇ ઓળખે છે. તેની ખુબસુરતીના પણ અસંખ્ય ચાહકો છે. જૈસ્મીનનો જન્મ ૨૮ જુન ૧૯૯૦ના રોજ નવી દિલ્હીમાં થયો છે. કારકિર્દીની શરૂઆતમાં તેણે મોડેલિંગ અને ટીવી એડમાં કામ કર્યુ હતું. એ પછી જૈસ્મીને અભિનયની દુનિયામાં એન્ટ્રી કરી હતી. ઝી ટીવીના શો ટશન-એ-ઇશ્ક તેનો પહેલો શો હતો. એ પછી કલર્સ ચેનલના શો દિલ સે દિલ તકમાં મુખ્ય રોલ મળ્યો હતો અને તેના થકી તે ઓળખ બનાવી શકી હતી. આ શોમાં તેની સાથે રશ્મિ દેસાઇ અને સિધ્ધાર્થ શુકલ પણ મુખ્ય રોલમાં હતાં. જૈસ્મીન પોતાની હોટ ઇમેજને કારણે સોશિયલ મિડીયા પર સતત ચર્ચા જગાવતી રહે છે. તેના એકાઉન્ટમાં હોટ અને બોલ્ડ એવી અનેક તસ્વીરો જોવા મળી શકે છે. તેનો આ અંદાજ તેના ચાહકોને ખુબ ગમે છે. તમિલ, કન્નડ, મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં પણ તે કામ કરી ચુકી છે. છેલ્લે તે એકતા કપૂરના શો નાગિન-૪માં નયનતારાના રોલમાં જોવા મળી છે.

(10:03 am IST)