ફિલ્મ જગત
News of Friday, 1st June 2018

3 ઑગષ્ટ 2018ના રિલીઝ થશે એશ્વર્યા રાયની ફિલ્મ 'ફન્નેખા'

મુંબઇ :જાજરમાન અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને મુખ્ય રોલમાં ચમકાવતી ફિલ્મ ફન્ને ખાનની રિલિઝ ડેટ ગુરુવારે જાહેર કરવામાં આવી હતી. ફિલ્મમાં ઐશ્વર્યાની સાથે સિનિયર અભિનેતા અનિલ કપૂર અને યુવાન પ્રતિભા રાજકુમાર રાવ ચમકી રહ્યા છે. ટી સિરિઝ અને આરઓએણપી પ્રોડક્શન્સ દ્વારા રજૂ થઇ રહેલી ફિલ્મના ડાયરેક્ટર અતુલ માંજરેકર છે. ફિલ્મ ચાલુ વર્ષના ઑગષ્ટની ત્રીજીએ રજૂ કરવાની એના સર્જકોની યોજના છે એમ ટોચના ટ્રેડ પંડિત તરણ આદર્શે સોશ્યલ મિડિયા પર જણાવ્યું હતું.

થોડા સમય અગાઉ ઐશ્વર્યાનો ફર્સ્ટ લૂક લીક થઇ થયો ત્યારે એના ગ્લેમરસ અવતારને જોઇને ફિલ્મ રસિકો છક થઇ ગયા હતા. ફર્સ્ટ લૂકે ફિલ્મ જોવાની ઇંતેજારી વધારી દીધી હતી. ફર્સ્ટ લૂકે એના પાત્ર વિશે પણ સારી એવી ઉત્સુકતા જગાડી હતી.    ફિલ્મ ઓસ્કાર વિજેતા બેલ્જિયન ફિલ્મ એવરીબડી ઇઝ ફેમસ (૨૦૦૦)ની હિન્દી રિમેક હોવાનું કહેવાય છે. રાજકુમાર રાવ પોતાને ઐશ્વર્યા રાય બચ્ચન સાથે કામ કરવા મળશે વાતે ખૂબ ઉત્સાહમાં આવી ગયો હતો અને ઐશ્વર્યાને શુભેચ્છા સંદેશા મોકલતો થયો હતો સમાચારે પણ સારી એવી ચર્ચા જગાડી હતી.

(5:28 pm IST)