ફિલ્મ જગત
News of Friday, 1st June 2018

વેબ સીરિઝમાં કામ કરવાને લઈને મનોજ બાજપાઈ ઉત્સાહિત

મુંબઇ:મનોજ બાજપાઇ એક સારો અભિનેતા છે તેમાં કોઇ શંકા નથી. તેની ૧૯૯૮ની 'સત્યા , ૨૦૧૩ની સ્પેશિયલ છબ્બીસ અને ૨૦૧૬ની અલીગઢ ફિલ્મ લોકપ્રિય બની છે. હવે તે વેબ સીરિઝમાં કામ કરવાની શરૃઆત કરી રહ્યો છે.'' સીરીઝના દસમા એપિસોડથી મનોજની એન્ટ્રી થશે. તેએક કેસ  બાબતે  એક રાજકારણી સાથે શિંગડા ભરાવશે. હું વેબ સીરીઝનો ભાગ બનીને ઉત્સાહિત છું. રાજનિધમોરુ અને ડીકે સાથે કામ કરવાનો એક નવો અનુભવ મળશે. તેમણે પોતાની ક્રિએટિવીની ક્ષમતા ઘણી ફિલ્મોમાં દાખવી છે. મને એમની સાથે કામ કરવાની તક મળી તેનાથી સાબિત થાય છે કે ભગવાન મારા પર મહેરબાન છે, તેમ મનોજે પોતાના પદાર્પણ વિશે જણાવ્યું હતું.મનોજ વરસે ભોંસલે, સોન ચિરૈયા, સત્યમેવ જયતે, વલ સોનિયા અને ગલી ગલિયોમાં જોવા મળશે

(5:27 pm IST)