ફિલ્મ એક વિલનની સિક્વલની સ્ક્રીપ્ટ ફાઇનલ થઇ
મુંબઇ: સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્ધા કપૂરને ચમકાવતી ફિલ્મ એક વિલનની સિક્વલની સ્ક્રીપ્ટ હાલ ફાઇનલ થઇ રહી હોવાની જાહેરાત એના સર્જક મોહિત સૂરીએ કરી હતી.
એકતા કપૂરે આ ફિલ્મની સિક્વલ બનાવવાનો નિર્ણય કરીને મોહિત સૂરીને એના ડાયરેક્ટર તરીકે સાઇન કર્યા હતા. હાલ મોહિત સ્ક્રીપ્ટ રાઇટર તુષાર હીરાનંદાની સાથે બેસીને સ્ક્રીપ્ટને અંતિમ સ્વરૃપ આપી રહ્યા છે એમ એમની નિકટનાં સૂત્રેાએ કહ્યું હતું.આ સૂત્રોએ વધુમાં કહ્યું કે મૂળ ફિલ્મનો હીરો સિદ્ધાર્થ રિપિટ થાય એવી શક્યતા છે. હજુ જો કે સ્ક્રીપ્ટ ફાઇનલ નથી થઇ એટલે હાલ સ્ટારકાસ્ટની વાત કરવાનો કશો અર્થ નથી.આ સૂત્રોએ કહ્યું કે એકતાના બેનરની આ સૌથી સફળ ફિલ્મ હોવાથી આ ફ્રેન્ચાઇઝને આગળ વધારવાની એકતાની ઇચ્છા છે. મિલાપ ઝવેરીની કથા પરથી તુષાર હીરાનંદાનીએ સ્ક્રીપ્ટ તૈયાર કરી હતી. હાલ મિલાપ ડાયરેક્ટર તરીકેની એની પહેલી ફિલ્મ સત્યમેવ જયતેમાં બીઝી હોવાથી એને બદલે મોહિત, સિદ્ધાર્થ અને તુષાર મળીને સ્ક્રીપ્ટ ફાઇનલ કરી રહ્યા હતા. હાલ સિદ્ધાર્થ સિવાય કોઇ કલાકાર નામ ફાઇનલ નથી. જો કે સિદ્ધાર્થને પણ ઐાપચારિક રીતે હજુ સાઇન કરાયો નથી.