ફિલ્મ જગત
News of Friday, 1st June 2018

કોસ્ચ્યુમ્સ ફિલ્મમાં કામ કરશે વરુણ ધવન

મુંબઇટોચનો અભિનેતા વરુણ ધવન હવે એક પિરિયડ ફિલ્મ કરશે એવી જાણકારી મળી હતી. એના ગૉડફાધર જેવા ટોચના ફિલ્મ સર્જક કરણ જોહર ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યા હતા.

કરણ જોહરની સ્ટુડન્ટ ઑફ ધી યર (૨૦૧૨)થી અભિનય કારકિર્દી શરૃ કરનારા વરુણે ત્યાર બાદ વિવિધ જેનરની ફિલ્મો કરી હતી. તાજેતરની એની ઓક્ટોબર પણ અલગ જેનરની ફિલ્મ હતી. હાલ વરુણ યશ રાજની સુઇ ધાગા ફિલ્મ કરી રહ્યો છે જેમાં ટોચની અભિનેત્રી અનુષ્કા શર્મા એની સાથે ચમકી રહી છે.

અત્યાર અગાઉ આશુતોષ પિરિયડ ફિલ્મો બનાવવા માટે પંકાયેલા હતા. હવે કરણ જોહર પિરિયડ ફિલ્મ કરશે એવી માહિતી મળી હતી. ફિલ્મના ડાયરેક્ટર તરીકે કરણના કાયમી સાથી અને વરુણના દોસ્ત એવા શશાંક ખૈતાન હશે એવી જાણકારી પણ મળી હતી. કરણ અને વરુણ બંનેની પહેલી કોસ્ચ્યુમ્સ ફિલ્મ હશે.વરુણે કહ્યું કે મારી પહેલવહેલી કોસ્ચ્યુમ્સ ફિલ્મ હશે. શશાંક અગાઉ આવી ફિલ્મ કરી ચૂક્યા છે. જો કે મારી સાથે શશાંકે હમ્પ્ટી શર્મા કી દૂલ્હનિયાં અને બદ્રીનાથ કી દૂલ્હનિયાં કરી હતી. અમારી વચ્ચે સારો મનમેળ છે એટલે એની સાથે પિરિયડ ફિલ્મ કરવાના મુદ્દે હું સારો એવો ઉત્તેજિત છું.કરણે અગાઉ શુદ્ધિ નામે પિરિયડ ફિલ્મ બનાવવાની યોજના ઘડી હતી જેમાં પહેલાં રિતિક રોશન અને પાછળથી સલમાન ખાનનાં નામ બોલાયાં હતાં પરંતુ ફિલ્મ શરૃ થયા પહેલાંજ ડબ્બામાં પડી ગઇ હતી.

(5:26 pm IST)