ફિલ્મ જગત
News of Friday, 1st June 2018

ફિલ્મ સંદીપ ઔર પિન્કી ફરાર ફિલ્મની રિલિઝ ડેટમાં થયો ફેરફાર

મુંબઇ:યશ રાજની આગામી ફિલ્મ સંદીપ ઔૈર પિન્કી ફરાર ફિલ્મની રિલિઝ ડેટને લંબાવવામાં આવી હોવાની જાણકારી મળી હતી.

અગાઉ જાહેર થયા મુજબ ફિલ્મ ચાલુ વર્ષના ઑગષ્ટની ત્રીજીએ રજૂ થવાની હતી પરંતુ પોસ્ટપોન કરીને હવે આવતા વર્ષના માર્ચમાં ફિલ્મ રજૂ કરવાની જાહેરાત યશ રાજ દ્વારા કરવામાં આવી હતી. યશ રાજે ટ્વીટર પર મૂકેલા સંદેશામાં જણાવ્યા મુજબ 'હવે સંદીપ ઔર પિન્કી ફરાર આવતા વર્ષના માર્ચની પહેલીએ રજૂ થશે... ફિલ્મમાં અર્જુન કપૂર અને પરિણિતી ચોપરા ચમકી રહ્યાં છે... દિબાકર બેનરજી એના ડાયરેક્ટર છેત્યારબાદ અર્જુન કપૂરે પણ આવા મતલબની ટ્વીટ કરી હતી અને સમાચારને સમર્થન આપ્યું હતું. એણે ઉમેર્યું હતું કે કેટલીક સ્ટોરીઝને વ્યવસ્થિત માવજતની જરૃર હોય છે. ફિલ્મની સ્ટોરી પણ એવી છે એટલે એને વ્યવસ્થિત મઠારવા સમયની જરૃર હતી.

દિબાકરે કહ્યકે ફિલ્મમાં બે ભારત રજૂ થયાં છે અને દર્શકો સુધી બંનેની વાત પહોંચે માટે સ્ટોરીને વ્યવસ્થિત રીતે રજૂ કરવાની જરૃર ઊભી થઇ હતી એટલે અમારે રિલિઝ ડેટ લંબાવવાની ફરજ પડી હતી.

(5:24 pm IST)