ફિલ્મ જગત
News of Friday, 1st June 2018

ફિલ્મ સર્જક સંજયલીલા ભણસાલીની ફિલ્મ આલિયા ભટ્ટ કરે તેવી ચર્ચા

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ આગામી સમયમાં ટોચના ફિલ્મ સર્જક સંજયલીલા ભણસાલીની ફિલ્મમાં નજરે પડે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. તાજેતરમાં આલિયાએ મીડિયાના ધ્યાનમાં આવે તે રીતે ભણસાલી સાથે ચુપચાપ બેઠક કરી હતી. 
આલિયાની ભણસાલી સાથેની મીટિંગ બાદથી એવા અહેવાલ પ્રકાશિત થવા લાગ્યા છે કે તે આગામી સમયમાં ભણસાલીની ફિલ્મમાં કામ કરી શકે છે. જોકે હજી સુધી અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ૨૦૧૨માં ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ યરથી ફિલ્મોમાં ડેબ્યુ કરનાર અભિનેત્રી આલિયા ભટ્ટ હાલમાં રાઝી ફિલ્મમાં નજરે પડી હતી. ફિલ્મ હજી બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી રહી છે અને ફિલ્મે અત્યાર સુધી ૧૧૦ કરોડથી વધુનો બિઝનેસ કરી લીધો છે. ઉપરાંત આલિયા રણબીર કપુર સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ નજરે પડશે. 

(5:24 pm IST)