ફિલ્મ જગત
News of Friday, 1st June 2018

ઝહીર ઈકબાલને બોલીવડુમાં લોન્ચ કરશે સલમાન ખાન

મુંબઈ: સલમાન ખાનની નજર હમેંશા નવા ટેલેન્ટ પર રહે છે. ત્યારે હવે સલમાન ખાન વધુ એક નવોદિત અભિનેતાને બોલીવુડમાં લોન્ચ કરવા જઈ રહ્યો છે. અભિનેતાનુ નામ ઝહીર ઈકબાલ છે અને તે બોલીવુડ બેગ્રાઉન્ડ ધરાવતો નથી. ઝહીરના પિતા અને સલમાન લાંબા સમયથી એક બીજાને સારી રીતે ઓળખે છે. માનવામાં આવી રહ્યુ છે કે સલમાનની બહેનના લગ્નમાં ઝહીરે એક સ્ટેજ પર્ફોમન્સ આપ્યુ હતુ અને ત્યારે સલમાનની નજર તેના પર પડી હતી. તેના ટેલેન્ટને જોઈને સલમાને ઝહીરને બોલીવુડમાં લોન્ચ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે હવે ઝહીરને કાશ્મીરની પુષ્ઠભુમિ પર બની રહેલ એક લવસ્ટોરી આધારિત ફિલ્મથી લોન્ચ કરી રહ્યો છે. 
સલમાન ખાનની ફિલ્મને મુરાદ ખેતાની અને અશ્વિન વર્દે પ્રોડયુસ કરશે. ફિલ્મનુ ટાઈટલ હજી સુધી નક્કી કરવામાં આવ્યુ નથી. પરંતુ તેનુ ડાયરેક્શન નીતિન કક્કડ કરશે તે નક્કી કરી લેવામાં આવ્યુ છે. જે પહેલા ૨૦૧૩માં ફિલીસ્તાન ફિલ્મનુ ડાયરેક્શન કરી ચુક્યા છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે ફિલ્મમાં સલમાન ઝહીરની સાથે કોઈ નવી હિરોઈનને તક આપશે. સલમાન છેલ્લા કેટલાક દિવસથી જાતે ઝહીરને ટ્રેનિંગ આપી રહ્યો છે. તાજેતરમાં સલમાને ઝહીરનુ ફોટો શુટ પણ પોતાના હાથે કર્યુ હતુ.

(5:23 pm IST)