ફિલ્મ જગત
News of Friday, 1st June 2018

ત્રણ ફિલ્મો 'વીરે દી વેડીંગ', 'ભાવેશ જોશી-સુપરહીરો' અને 'ફેમસ' રિલીઝ

આજથી ત્રણ ફિલ્મો 'વીરે દી વેડીંગ', 'ભાવેશ જોશી-સુપરહીરો' અને 'ફેમસ' રિલીઝ થઇ છે.

નિર્માતા અનિલ કપૂર, રિયા કપૂર, નિખીલ અડવાણી, એકતા અનેશોભા કપૂર તથા નિર્દેશક શશાંક ઘોષની ફિલ્મ 'વીરે દી વેડીંગ'માં સંગીત સાસવન્ચ સચદેવ, વિશાલ મિશ્રા, કરન સહિતનું છે. કરીના કપૂર ખાન (કાલિન્દી પુરી), સોનમ કપૂર (અવની શર્મા), સ્વરા ભાસ્કર (સાક્ષી સોની), શિખા તલસાણીયા (મીરા સૂદ)ની મુખ્ય ભૂમિકા છે. આ ઉપરાંત સુમિત વ્યાસ, વિવેક મુશરાન, મનોજ પાહવા, નીના ગુપ્તા, ગવી ચહલ, શીબા ચડ્ડા અને અલ્કા કોૈશલની પણ મહત્વની ભૂીમકા છે. ત્રીસ કરોડના બજેટમાં આ ફિલ્મ બની છે. દિકરા તૈમુરના જન્મ પછી કરીનાની આ પ્રથમ કમબેક ફિલ્મ છે. આ માટે તેણે ખુબ મહેનત કરી છે. આ ફિલ્મ ચાર બહેનપણીઓની કહાની પર આધારીત છે. આ ચારેય એક લગ્ન પ્રસંગમાં સામેલ થવા જાય છે અને જબરદસ્ત ધમાલ-મસ્તી કરે છે. ફિલ્મમાં આઠ જેટલા ગીતો છે. જેને નેહા કક્કડ, રોમી, સાશ્વત સચદેવ, દિવ્યા કુમાર, જેસલીન, વિશાલ, અરિજીતસિંઘ, બાદશાહ સહિતે ગાયા છે.

બીજી ફિલ્મ 'ભાવેશ જોશી-સુપરહીરો'ના નિર્માતા વિકાસ બહેલ, મધુ મન્ટેના અને અનુરાગ કશ્યપ છે. ફિલ્મનું નિર્દેશન વિક્રમાદિત્ય મોટવાનીનું છે. આ ફિલ્મમાં સંગીત અમિત ત્રિવેદીએ આપ્યું છે. અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધન કપૂરની મુખ્ય ભૂમિકા છે. તેની સાથે પ્રિયાંશુ, રાધીકા આપ્ટે, આશિષ વર્મા, શ્રેયા શભવારા,  નિશિકાંત કામંતની મુખ્ય ભૂમિકા છે. અર્જૂન કપૂર, શિબાની દાંડેકર અને અનુશા દાંડેકર ગેસ્ટ રોલમાં જોવા મળશે. કહાની જોઇએ તો એક યુવાન મિત્રોનું ગ્રુપ ખોટુ થઇ રહ્યું હોઇ તેની સામે લડત આપતું હોય છે. એક ભ્રષ્ટ રાજકારણી આ યુવાનોને અટકાવવા પ્રયાસ કરે છે અને એક યુવાનની હત્યા થાય છે. એ પછી બીજો યુવાન મિત્રની હત્યાનો બદલો લેવા મેદાને આવે છે અને ભ્રષ્ટ નેતાની કાર્યવાહીઓ અટકાવે છે. હર્ષવર્ધન સુપરહીરોના રોલમાં છે.

ત્રીજી ફિલ્મ 'ફેમસ'નાનિર્માતા કરન લલીત ભુતાની છે. જેમાં કે કે મેનન, જીમ્મી શેરગીલ, પંકજ ત્રિપાઠી, માહી ગીલ જેવા કલાકારો છે. આ ફિલ્મ મધ્ય પ્રદેશના ચંબલની પૃષ્ઠભૂમિ પર અધારીત છે. જેમાં પાવર, સ્ટ્રગલ, બદલો અને લવ એવું બધુ જ છે. કે કે મેનન લોકલ ગેંગસ્ટરની ભૂમિકામાં છે. પંકજ ભ્રષ્ટ રાજનેતાનો રોલ નિભાવી રહ્યો છે. જીમ્મી શેરગીલ એક શાંત યુવાનના રોલમાં છે. ફિલ્મમાં ભરપુર એકશન પણ છે.

(10:47 am IST)