ફિલ્મ જગત
News of Friday, 1st June 2018

હવે શૂટઆઉટ પર ફિલ્મ બનાવશે જોન

અભિનેતા જોન અબ્રાહમની ફિલ્મ પરમાણુ-ધ સ્ટોરી ઓફ પોખરણ રિલીઝ થઇ ચુકી છે અને દર્શકોને પસંદ પડી છે. હવે જોન બટલા હાઉસ એન્કાઉન્ટર પર ફિલ્મ બનાવશે. આ ફિલ્મમાં તે સંજીવ કુમાર યાદવની ભૂમિકા ભજવશે. જોને કહ્યું હતું કે આ એક નિષ્પક્ષ ફિલ્મ હશે. આ કોઇના વિચારોનું સમર્થન નહિ કરે. ૧૯ ડિસેમ્બર ૨૦૦૮માં બટલા હાઉસમાં શૂટઆઉટ થયું હતું. જેમાં પોલીસ ઇન્સ્પેકટર અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ મોહનચંદ્ર શર્માને પણ ગોળી લાગી હતી અને વિરગતીને પ્રાપ્ત થયા હતાં. જેમાં બે આતંકવાદી પણ માર્યા ગયા હતાં. દિલ્હીમાં પાંચ બોમ્બ ધડાકા થયાના અઠવાઠીયા પછી બટલા હાઉસ શૂટઆઉટને અંજામ અપાયો હતો. તે વખતે સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને બસપાએ ખુ સવાલો ઉઠાવ્યા હતાં. જો કે રાષ્ટ્રીય માનવઅધિકાર આયોગે દિલ્હી પોલીસને કલીનચીટ આપી હતી. જોન અન્ય બે ફિલ્મો સત્યમેવ જયતે અને રોમિયો અકબર વાલ્ટર પણ આવી રહી છે.

(10:46 am IST)