ફિલ્મ જગત
News of Friday, 1st June 2018

ટીવી પરદેથી આસિફ ફરી ફિલ્મી પરદે

અલી અબ્બાસ જફરના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ભારતમાં સલમાન ખાન, પ્રિયંકા ચોપડા, દિશા પટાનીના નામ જોડાઇ ગયા છે. કોમેડિયન સુનિલ ગ્રોવર પણ સામલે થયો છે. હવે બીજો એક ટીવી કલાકાર આસિફ શેખ પણ આ ફિલ્મમાં સામેલ થયો છે.

આસિફ હાલમાં લોકપ્રિય ટીવી શો ભાબીજી ઘર પર હૈ...માં વિભુતિ નારાયણ મિશ્રાનું પાત્ર ભજવી રહ્યો છે. આ અગાઉ આસિફે સલમાન ખાને સાથે કરણ અર્જુન, પ્યાર કિયા તો ડરના કયા તેમજ દિલને જીસે અપના કહા, ઓૈઝાર અને શાદી કર કે ફસ ગયા યાર જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. આસિફે કહ્યું હતું કે ફિલ્મના નિર્માતા અતુલ અગ્નિહોત્રી તેના ખાસ મિત્ર છે. આ ફિલ્મ સાથે જોડાઇને હું ખુશ છું. બાર વર્ષ પછી પોતે સલમાન ખાન સાથે ફરીથી કામ કરશે.

(10:45 am IST)