ફિલ્મ જગત
News of Friday, 1st June 2018

બિપાશા-કરણસિંહ ફરી સાથેઃ ૭મીથી 'આદત'નું લંડનમાં શુટીંગ

બિપાશા બાસુ અને પતિ કરણસિંહ ગ્રોવર ફરી એક વખત ફિલ્મમાં સાથે જોવા મળશે. આ બંનેએ અગાઉ અલોન ફિલ્મમાં સાથે કામ કર્યુ હતું. ગાયક મિકા સિંહ એક ફિલ્મનું નિર્માણ કરી રહ્યો છે. જેમાં અભિનેત્રી તરીકે બિપાશા બાસુની પસંદગી થઇ ચુકી છે. આ ફિલ્મથી તે કમબેક કરી રહી છે. હીરો તરીકે તેના પતિ કરણસિંહનું નામ ફાઇનલ થઇ ગયુું છે.

બિપાશાએ લગ્ન પછી એક પણ ફિલ્મનું કામ હાથ પર લીધુ નહોતું. હવે તે મુખ્ય રોલ ધરાવતી ફિલ્મ કરી રહી છે. આ ફિલ્મનું નામ 'આદત' રખાયું છે. સ્ક્રિપ્ટમાં થોડો ફેરબદલ કરીને કરણની ભૂમિકા તૈયાર કરવામાં આવી રહી છે. આ કપલનું ચાહકોનું લિસ્ટ મોટુ છે. તેથી બંનેને નિર્માતાએ ફરી એક  વખત સાથે લીધા છે. ફિલ્મનું શુટીંગ ૭ જુનથી લંડન ખાતે થશે. સતત ૪૫ દિવસ શુટીંગ ચાલશે.

(10:46 am IST)